સાબરકાંઠા જિલ્લામાં ભર શિયાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ (માવઠું) વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. કડકડતી ઠંડી વચ્ચે વડાલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે.
સાબરકાંઠામાં શિયાળામાં કમોસમી વરસાદ
આ ઉપરાંત, ખેડબ્રહ્મા તાલુકાના આગિયાથી ખેરોજ આસપાસના વિસ્તારોમાં પણ માવઠું નોંધાયું છે. વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મહોર, હાથરવા, બાભસર, માલપુર સહિતના ગ્રામ્ય પંથકનો સમાવેશ થાય છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં શાકભાજી સહિત રોકડિયા પાકની વાવણી ચાલી રહી છે, ત્યારે આ વરસાદ નુકસાન પહોંચાડી શકે છે.










