આગ લાગી હોવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા અને જીવદયા સહિત પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ છે, આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે કે, હજી સુધી તે બેકાબુ છે અને ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, ઈડર અને હિંમતનગર ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


ઇડર ફાયર ટીમ દ્વારા લેવાઈ હિંમતનગર ફાયરની મદદ

ગતરોજ બપોરથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે અને આગ લાગવાને કારણે વનસ્પતિ બળીને ખાખ થઈ છે, ડુંગર પર વન્ય પ્રાણીઓ સહિત દીપડાનો વસવાટ છે જેના કારણે જીવદયા પ્રેમીમાં પણ રોષની લાગણી જોવા મળી છે, ફોરેસ્ટ વિભાગના ક્ષેત્રમાં આવતા ડુંગરમાં આગ બાદપણ ફોરેસ્ટ વિભાગને જાણે કંઈ પડી જ નથી તેવું લાગી રહ્યું છે, જીવદયા સહિત પકૃતિ પ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે રોષ.

વન્યજીવોને નુકસાનની આશંકા

આ આગને કારણે ડુંગર પરની વનરાજી અને અનેક પશુ-પંખીઓ નષ્ટ થયા હોવાની આશંકા છે. દૂરથી પણ આગની જ્વાળાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઇડરના ડુંગરોમાં આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે.


આ પણ વાંચો : Surat News : સુરતમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, વેલંજા રંગોળી ચોકડી પાસે મનપાના દરોડા


  • Follow us on: