સુરતમાં ફરી નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે અને વેલંજા રંગોળી ચોકડી પાસે મનપાએ દરોડા પાડ્યા હતા અને ઘીનો જથ્થો ઝડપી પાડયો છે, મનપાએ પોલીસને પણ જાણ કરી છે અને ઘીના જથ્થાને તપાસ અર્થે એફએસેલમાં મોકલી આપવામાં આવ્યો છે, ઉત્રાણ પોલીસે પણ આ મામલે જાણવાજોગ લીધી છે.


સુરતમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

સુરતના ઉત્રાણ વિસ્તારમાં નકલી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે, અલગ-અલગ વિસ્તારમાં આ ઘી વેચવામાં આવતું હોવાની વાત સામે આવી છે, તો સમગ્ર ઘટનામાં મનાપને બાતમી મળતા સ્થળ પર જઈ રેડ કરવામાં આવી હતી અને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, આ ઘી માં વપરાતી સાધન-સામગ્રી પણ મનપાએ જપ્ત કરી છે.

કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી

ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો માટે ખાસ સૂચના, હીટવેવને પગલે જનસેવા અને આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર કરાયો


  • Follow us on: