જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલ પ્રણામી નગર વિસ્તારમાં આજે હત્યાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક અજાણ્યા યુવકની ઘાતકી હત્યા કરી તેની લાશ ફેંકી દેવામાં આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રણજીતસાગર રોડ પર યુવકની હત્યા 

મળતી માહિતી મુજબ, પ્રણામી નગર વિસ્તારમાં આવેલી નદીના કાંઠા પાસેથી પસાર થતા લોકોએ એક યુવકનો મૃતદેહ જોયો હતો, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુવકને માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર અથવા બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. યુવકનો દેહ લોહીલુહાણ હાલતમાં મળી આવતા હત્યાની ગંભીરતા સ્પષ્ટ જણાય છે.

ઘટનાસ્થળેથી એક્ટિવા મળી આવ્યું

પોલીસને તપાસ દરમિયાન બનાવ સ્થળ પરથી એક એક્ટિવા (ટુ-વ્હીલર) પણ મળી આવ્યું છે. આ એક્ટિવા મૃતકનું છે કે હત્યારાનું, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા નદીના કાંઠે લોકોના મોટા ટો ળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો:Dwarka: ઓખામાં 'મેગા ડિમોલિશન', હાઈવે પરના ગેરકાયદેસર અને ધાર્મિક દબાણો પર ફરી વળ્યું બુલડોઝર