જામનગરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરી દરમિયાન એક મહિલા શિક્ષિકા અને બૂથ લેવલ ઓફિસર (BLO)ની તબિયત લથડતા વહીવટી તંત્રમાં ચિંતા પ્રસરી ગઈ છે.મસીતીયા શાળાના મહિલા શિક્ષિકા હિરલબેન ત્રિવેદી જામનગર શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં ગઈકાલે BLOની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન તેમની તબિયત અચાનક લથડી હતી.
જામનગરમાં મહિલા BLOની તબિયત લથડી
બનાવની ગંભીરતા જોતાં, હિરલબેન ત્રિવેદીને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ જામનગરનો શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ તુરંત હોસ્પિટલ દોડી ગયા હતા.










