જૂનાગઢમાં 2 જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થમારો થયો હતો અને બન્ને પક્ષે જાહેર રોડ પર મારામારી કરી પથ્થરમારો કર્યો હતો, બનાવ સમયે બન્ને પક્ષના ટોળા રોડ પર ઉમટ્યા હતા અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, અંગત અદાવતમાં આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે.
જામનગર શહેરના બેડી વિસ્તારમાં મારામારીની ઘટના
જામનગર શહેરના બેડી વિસ્તારમાં મારામારી-પથ્થરમારા અંગે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે, લોકો જાહેરમાં એક બીજાને માર મારી રહ્યાં હોવાની વાત સામે આવી છે, ત્યારે આ મામલે પોલીસે પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, સીસીટીવીમાં દેખાય છે કે, કેટલાક શખ્સો હાથમાં પથરા લઈને સામસામે મારી રહ્યાં છે, તો રોડ પર કેટલાક શખ્સો આવીને એક બીજાને મારી રહ્યાં છે અને લોકો ઉભા રહીને તમાશો જોતા હતા.













