મોરબી કોર્ટે 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ આરોપીને ફટકાર્યો છે, ભોગ બનનાર શિક્ષિકાએ નોંધાવી હતી ફરિયાદ ભોગ બનનારને ખોટા વાયદા કરી રાજકોટ લઈ જઈ અનેક વાર આચર્યું હતું દુષ્કર્મ. વર્ષ 2018માં મોરબીમાં આ ફરિયાદ નોંધાઈ હતી અને તેના આધારે કોર્ટે સજા ફટકારી છે.
શિક્ષિકા રાજકોટમાં રહેતી હતી
રાજકોટમાં રહેતી શિક્ષિકાએ વર્ષ 2018માં વિજય સરડવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે ફરિયાદમાં લખાવ્યું હતુ તે, મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ વિજય સરડવાની શિક્ષકોની ચિંતન શિબર મળી તે સમયે પરિચય થયો હતો અને ત્યારબાદ લગ્ન કરવાની લાલચે અલગ-અલગ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ અને શિક્ષિકા સાથે લગ્ન પણ કર્યા ન હતા, જેના કારણે વિવાદ છેડાયો હતો અને શિક્ષિકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.













