જામનગરમાં આજે ફરી એકવાર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા બચુનગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પર મનપાના બુલડોઝરો ફરી વળ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
જામનગરમાં દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ
મળતી માહિતી મુજબ, જામનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ નિર્ધારિત પ્લાન મુજબ બચુનગર વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અહીં વાઘેર સુન્ની મુસ્લિમ જમાત હસ્તકનું જમાતખાનું જે ગેરકાયદેસર દબાણ હેઠળ હોવાનું જણાયું હતું, તેને તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. મનપાના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જેસીબી મશીનોની મદદથી સતત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
