જામનગર શહેરમાં આજે ગીતા જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગીતા જયંતિ નિમિત્તે બાળકોમાં ભક્તિ અને શ્રીમદ્દ ભાગવત ગીતાજીના જ્ઞાનના સંસ્કારનું સિંચન થાય તે માટે બાળકો માટે ધાર્મિક વેશભુષા સાથેની એક નાનકડી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકો કૃષ્ણ-અર્જૂન અને અન્ય ધાર્મિક પાત્રોમાં ગેટ-અપમાં સજ્જ થઈને રેલીમાં જોડાયા
જામનગરમાં યોજાયેલી આ રેલીમાં બાળકો કૃષ્ણ-અર્જૂન અને અન્ય ધાર્મિક પાત્રોમાં ગેટ-અપમાં સજ્જ થઈને આવ્યા હતા અને જોગર્સ પાર્ક પાસે વોકિંગ કરીને ગીતાજીના જ્ઞાનનો સંદેશ આપ્યો હતો. આજના યુગમાં જ્યારે બાળકોના હાથમા મોબાઈલ છે અને ડિજિટલ તરફ વળ્યાં છે, ત્યારે બાળકોમાં અત્યારથી જ ભગવત ગીતા પ્રત્યે જાગૃત થાય એ માટે આ કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો.













