સાંસદ પૂનમબેન માડમે ખેલમહોત્સવમાં જોડાયેલા તમામ ખેલાડીઓનો આભાર માન્યો હતો. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી સૌ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયેલ હતુ
દેશમાં રમતોનો આધારભૂત ઢાંચો મજબુત બને, આપણા ખેલાડીઓનું મનોબળ વધે તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરે અને તંદુરસ્ત, સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃત બને તેવા ઉદેશથી સશકત યુવા પેઢીના નિર્માણની દિશામાં પ્રેરક પગલાના ભાગરૂપે ૧૨-જામનગર અને દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સંસદીય ક્ષેત્રના લોકો માટે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫’ નું દરેક સ્તરે સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ, આ આયોજન બદલ સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રમત માત્ર રમવા માટે હાર જીત કરવા પૂરતો નથી હોતો પણ એક વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતરમાં પણ ખૂબ મોટું યોગદાન આપતું હોય છે.
જેના દર્શન અહીંયા ઘણા રમતવીરોને જોઈને થયાં
ત્યારે મુખ્ય ઉદ્દેશય આ સમગ્ર આયોજનનું આપણા જામનગર અને દ્વારકા જિલ્લાના જે રમતવીરો છે એને મંચો મળે એને આપણે સૌ મળીને પ્રોત્સાહિત કરીએ. આવતા દિવસોમાં જ્યારે ભારત દેશ અને વિશેષ કરીને ગુજરાત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ઓલમ્પિક્સ ની રમત માટે આપણે તૈયાર હોઈ ત્યારે ભારતના રમતવીરો સૌથી વધુ આગળ જાય અને તેને સારું મંચ મળે તેને ઓળખ આવા આયોજનના માધ્યમથી થાય એ ઉદ્દેશ સાથે આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર સંસદીય ક્ષેત્રના 500થી વધુ સ્થળોએ ગ્રામ્ય અને વોર્ડ કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન થયેલ હતું
આ ખેલ મહોત્સવમાં મહીલા વિભાગમાં ૨૬૭ ટીમો અને પુરૂષ વિભાગમાં ૧૦૭૬ ટીમો મળી કુલ-૧૩૪૩ ટીમોએ ટીમ ઈવેન્ટની સ્પર્ધાઓમાં સફળતાપૂર્વક ભાગ લીધેલ હતો તેમજ બીજી વ્યકિતગત રમતોમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ અને લોકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ બીજા ચરણની સ્પર્ધાઓમાં ગ્રામ્ય / વોર્ડ, તાલુકા અને લોકસભા કક્ષાની ત્રિસ્તરીય વિવિધ ક્ધવેશનલ અને ટ્રેડીશનલ રમતો યોજાયેલ જેમાં એથ્લેટીકસ, કુસ્તી, વોલીબોલ, બાસ્કેટબોલ, ખો-ખો, કબડ્ડી, નારગોલ અને સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સમગ્ર ખેલ મહોત્સવમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા ૨,૩૫,૦૦૦ થી વધુ સ્પર્ધકો અને ૬૫,૦૦૦ જેટલા શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિધાર્થીઓ-બાળકો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો મળી ત્રણ લાખથી વધુ લોકોએ આ ખેલ મહોત્સવમાં ભાગ લીધેલ હતો.










