જામનગર શહેરમાં ઓલા ઇલેક્ટ્રિક બાઈક સર્વિસ સેન્ટર ખાતે બબાલની ઘટના સામે આવી છે. સર્વિસ અને ફરિયાદોના નિરાકરણ મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા કેટલાક ગ્રાહકો દ્વારા હંગામો સર્જાયો હતો.


રિપેરિંગ અને યોગ્ય જવાબ ન મળતા પરિસ્થિતિ તંગ

માહિતી મુજબ, બાઈકના રિપેરિંગ અને યોગ્ય જવાબ ન મળતા પરિસ્થિતિ તંગ બની હતી. વારંવારની ફરિયાદો છતાં સંતોષકારક પ્રતિસાદ ન મળતા બે ઉશ્કેરાયેલા શખ્સોએ ગુસ્સામાં આવી સર્વિસ સ્ટેશન પર ધમાલ મચાવી અને તોડફોડ કરી હતી.

અફરાતફરીનો માહોલ, પોલીસ કાફલો તૈનાત

ઘટનાના પગલે સમગ્ર સેન્ટર પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ બેકાબૂ બનતા સર્વિસ સ્ટેશનના સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

તોડફોડ કરનાર બંને શખ્સોની અટકાયત

પોલીસ સ્થળ પર પહોંચી તોડફોડ કરનાર બંને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો-----    Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

  • Follow us on: