જામનગરમાં 23 જાન્યુઆરીના રોજ યોજાયેલી પોલીસ ભરતી બોર્ડની પરીક્ષામાં ગોટાળાની ઘટના સામે આવી છે. જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડમાં બનેલી ઘટનાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
RFID ચિપ બદલી અન્યને પરીક્ષા અપાવતા ફરિયાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, પરીક્ષા માટે લાગુ કરાયેલા RFID ચિપ સાથે ચકાસણી દરમિયાન ટેકનિકલ એનાલિસિસ દ્વારા એ બહાર આવ્યું કે, કેટલાક ઉમેદવારોએ પોતાની જગ્યાએ અન્ય વ્યક્તિને પરીક્ષા આપી દેવામાં આવી હતી.













