જામનગર જિલ્લાના જોડીયા તાલુકાની પીઠડ જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મતદાન પહેલા જ જીત મેળવી લીધી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મયુરીબેન મૌલીકભાઈ ગોધાણી બિનહરીફ જાહેર થયા છે. જોકે, આ વિજય સાથે જ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ અને વિવાદોએ જોર પકડ્યું છે.
હકુભા જાડેજાની હાજરીમાં ફોર્મ પરત ખેંચાયા
મળતી માહિતી મુજબ, પીઠડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મીનાબા લગધીરસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલાબેન અઘેરાએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા હતા. ખાસ વાત એ છે કે, આ બંને વિપક્ષી ઉમેદવારોએ ભાજપના પૂર્વ મંત્રી અને દિગ્ગજ નેતા હકુભા જાડેજાની હાજરીમાં પોતાના નામાંકન પાછા ખેંચ્યા હતા, જે બાદ મયુરીબેન ગોધાણીનો વિજય નિશ્ચિત બન્યો હતો.
