જામનગર શહેરમાં આજે એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. શહેરના જાણીતા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા આ ટાવરમાં લાગેલી આગને પગલે આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગી
એમ્યુઝમેન્ટ પાર્ક નજીક સ્થાપિત એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાં અકસ્માતે આગ ફાટી નીકળી હતી. આગ ટાવરના ઉપરના ભાગે હોવાથી ધુમાડા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગમાં ટાવરનું મોટાભાગનું વાયરિંગ બળીને ખાખ થઈ ગયું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.










