જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ પ્રશાસન હરકતમાં આવ્યું છે. રેલવે વિભાગ દ્વારા સલામતી અને ટ્રેનોની ગતિને ધ્યાનમાં રાખીને દિગ્જામ સર્કલ નજીક આવેલા સિદ્ધાર્થનગર વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે ટ્રેકની આસપાસ વર્ષોથી જામી ગયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તંત્રએ કમર કસી છે.


જામનગર શહેરમાં મેગા ડિમોલિશન

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, તાજેતરમાં રેલવે ટ્રેકના ડબલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આ રૂટ પર ટ્રેનોની સ્પીડમાં વધારો થયો છે. ટ્રેક પાસે રહેતા સ્થાનિકો અને મુસાફરોની સુરક્ષા સૌથી મોટો પડકાર બની હતી. કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી ટ્રેકથી અંદાજે 20 ફૂટ સુધીના તમામ કાચા-પાકા દબાણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી

દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચેનો સિદ્ધાર્થનગર વિસ્તાર. કુલ 700 મીટર લાંબા પટ્ટામાં દબાણો દૂર કરાઈ રહ્યા છે. સ્થળ પર 10 જેટલા JCB મશીનો દ્વારા તોડફોડની કામગીરી ચાલુ છે.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસના 20 જવાનો સહિત સ્થાનિક પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.વહેલી સવારથી શરૂ થયેલી આ કામગીરી દરમિયાન સ્થાનિકોમાં થોડો રોષ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે અત્યાર સુધી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. 

આ પણ વાંચો: Rajkot: ભાજપમાં ભૂકંપ કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની હિલચાલ, શાસક પક્ષમાં જૂથવાદ વકર્યો

  • Follow us on: