રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થવાના આરે છે, ત્યારે જ શાસક પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપના જ કોર્પોરેટર નેહલ શુક્લને પદ પરથી બરતરફ કરવા માટેની દરખાસ્ત મુકાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.


સતત ત્રણ બોર્ડમાં ગેરહાજરી પડી ભારે

મનપાના નિયમ મુજબ, કોઈપણ કોર્પોરેટર પૂર્વ પરવાનગી વગર સતત ત્રણ જનરલ બોર્ડની બેઠકમાં ગેરહાજર રહે તો તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. નેહલ શુક્લ છેલ્લા ત્રણ જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર નોંધ લેતા મનપા સેક્રેટરી ધવલ જેસડીયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કાયદેસરની કાર્યવાહી કરવા માર્ગદર્શન માંગ્યું છે.

શું પદ ગુમાવવાનો વારો આવશે?

સેક્રેટરીએ કમિશનર પાસે એ સ્પષ્ટતા માંગી છે કે, નિયમો મુજબ શું નેહલ શુક્લને કોર્પોરેટર પદેથી હટાવી શકાય કે નહીં? અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે.વર્ષ 2018નો દાખલો, અગાઉ વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા પણ ત્રણ બોર્ડમાં ગેરહાજર રહેતા તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.આ જૂના કિસ્સાને આધારે હવે નેહલ શુક્લ સામે પણ ગાજ પડી શકે તેમ છે.

જૂથવાદની ચર્ચાઓએ જોર પકડ્યું

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ માત્ર ગેરહાજરીનો મુદ્દો નથી, પરંતુ ભાજપમાં ચાલતા આંતરિક જૂથવાદનો પરિણામ છે. જ્યારે ટર્મ પૂરી થવામાં ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વિરોધી જૂથે નેહલ શુક્લનો 'દાવ' લેવા માટે આ વ્યૂહરચના અપનાવી હોવાનું મનાય છે. શાસક પક્ષમાં અંદરોઅંદર ચાલતી આ લડાઈ હવે ખુલ્લેઆમ બહાર આવી ગઈ છે.

આ પણ વાંચો: Rajkot: આજીડેમ પોલીસે બાઈક ચોર ગેંગનો કર્યો પર્દાફાશ, સગીર પાસે કરાવાતી હતી ચોરી

  • Follow us on: