જામનગર મહાનગરપાલિકા (જામ્યુકો) ના પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના રણજીતસાગર રોડ પર મુખ્ય પાઈપલાઈનમાં સર્જાયેલા લીકેજને કારણે હજારો ગેલન પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી જોવા મળી રહી છે.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી
પાઈપલાઈન ફાટવાને કારણે રસ્તા પર પાણીના ઊંચા ફુવારા ઉડતા જોવા મળ્યા હતા. આ અણધારી ઘટનાને પગલે સ્થાનિક બાળકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તાની વચ્ચે ઉડતા પાણીના ફુવારામાં ન્હાવાની મોજ માણતા નજરે પડ્યા હતા. આ દ્રશ્યો જોઈને રાહદારીઓ પણ અચંબો પામી ગયા હતા.
