જામનગર શહેરમાં ભૂમાફિયાઓએ સરકારી જમીન પચાવી પાડવાનું મોટું કારસ્તાન રચ્યું હોવાનું સામે આવ્યું છે. સરકારી ખરાબાની અંદાજે રૂ. 2.80 કરોડની કિંમતની જમીન પર ગેરકાયદે પ્લોટિંગ કરી વેચાણ કરવાના ગુનામાં પોલીસે 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવાનું કારસ્તાન
આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી છે. આરોપીઓએ જે જમીન ખાનગી માલિકીની નહોતી, તેના બનાવટી નકશા અને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. કૌભાંડને કાયદેસરનું રૂપ આપવા માટે આરોપીઓએ ‘જય સરદાર નોન-ટ્રેડિંગ કોર્પોરેશન’ નામે એક ખોટી સંસ્થા ઉભી કરી હતી. આ સંસ્થાના ઓઠા હેઠળ નદીકાંઠાની અને આજુબાજુની કુલ 8581.50 ચોરસ મીટર સરકારી જમીન પચાવી પાડવામાં આવી હતી.










