મોરબી-રાજકોટ હાઈવે પર મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી ચિલઝડપની ઘટનામાં ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં જ મોટી સફળતા મેળવી છે. મિતાણા પાસે રીક્ષામાં બેઠેલા મુસાફરના ગળામાંથી સોનાના ચેનની ચિલઝડપ કરનાર આરોપી અને ચોરીનું સોનું રાખનાર સોનીને પોલીસે લોખંડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ચિલઝડપ કરનાર આરોપીઓ ઝડપાયા
આ ઘટના ત્યારે બની હતી જ્યારે એક મુસાફર ટંકારાથી રાજકોટ જવા માટે રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. મિતાણા પાસે પહોંચતા જ, મોંઢે રૂમાલ બાંધીને અને પોતાની બાઈક પર નંબર પ્લેટ વગર ધસી આવેલા આરોપીએ પળવારમાં મુસાફરના ગળામાંથી બે તોલાનો સોનાનો ચેન આંચકી લીધો હતો અને ફરાર થઈ ગયો હતો.










