ડ્રગ્સ મુક્ત ગુજરાતના અભિયાન વચ્ચે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં પોલીસે એક કરિયાણાની દુકાનમાં દરોડા પાડીને મોટી માત્રામાં પ્રતિબંધિત ગોગો પેપર અને શંકાસ્પદ નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે.


કરિયાણાની દુકાનમાં પોલીસના દરોડા

વરાછા પોલીસને બાતમી મળી હતી કે એક કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા દુકાનમાંથી અંદાજે 800 નંગ ગોગો પેપર મળી આવ્યા હતા. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ગોગો પેપરના વેચાણ અને સંગ્રહ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, તેમ છતાં તેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.

શંકાસ્પદ ગાંજો મળી આવતા ખળભળાટ

માત્ર ગોગો પેપર જ નહીં, પરંતુ તપાસ દરમિયાન પોલીસને દુકાનમાંથી શંકાસ્પદ ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસને શંકા છે કે કરિયાણાની દુકાનની આડમાં નશાના બંધાણીઓને આ સામગ્રી પૂરી પાડવામાં આવતી હતી. પોલીસે હાલમાં મળેલો તમામ જથ્થો જપ્ત કરી લીધો છે અને તેને વધુ તપાસ માટે FSLમાં મોકલી આપ્યો છે.FSL રિપોર્ટ આવ્યા બાદ કરિયાણાની દુકાનના સંચાલક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ, મુસાફરોએ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ

  • Follow us on: