જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ 32 વર્ષીય જયેશ ચાવડા તરીકે થઈ છે. અજાણ્યા હુમલાખોરોએ જયેશ પર ઘાતક હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

યુવકની ઘાતકી હત્યા

આ હત્યાના બનાવ બાદ ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા, જેના પગલે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે આ ગંભીર ગુનાની જાણ થતાં જ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને હત્યાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવકની હત્યા પાછળનું કારણ શું છે અને હત્યારાઓ કોણ છે, તે જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.