જામનગર જિલ્લામાં તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જામનગર નજીક આવેલા પ્રસિદ્ધ ધુતારપુર ગામના મંદિરમાં ગઈકાલે મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. રીઢા ગુનેગારોએ પવિત્ર ગણાતા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ચાંદીના છતર અને દાનપેટીમાં રહેલી રોકડ રકમની લૂંટ ચલાવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દાનપેટી તોડી રોકડ રકમની લૂંટ ચલાવી
ગઈકાલે મોડી રાત્રે જ્યારે મંદિર બંધ હતું ત્યારે તસ્કરોએ ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ભગવાનના શણગારના અમૂલ્ય એવા ચાંદીના છતરની ચોરી કરી હતી અને ત્યારબાદ મંદિરમાં રહેલી દાનપેટીના તાળા તોડી તેમાંથી રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટપણે દ્રશ્યમાન થાય છે.













