જામનગર શહેરની શાન ગણાતા રણમલ તળાવમાં એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. તળાવના પાછળના ભાગમાં બે કિશોરોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફરી વળી છે અને મૃતક કિશોરોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.
રણમલ તળાવમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત
મળતી માહિતી મુજબ, આ બંને કિશોરો ગઈકાલ સાંજથી પોતાના ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો. આજે સવારે રણમલ તળાવના પાછળના ભાગે પાણીમાં મૃતદેહો હોવાની જાણ થતા તંત્ર દોડતું થયું હતું.










