જસદણના રાણીપર ગામમાં ઘોડા ફેરવવા મામલે થયેલી મારામારીના બનાવમાં ભાડલા પોલીસ દ્વારા 11 આરોપીઓને ઝડપી પાડી રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું છે.
18 લોકોના જૂથે જીવલેણ હુમલો કર્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ, એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપર 18 લોકોના જૂથે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, જેમને 108ની મદદથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.













