જસદણ તાલુકાના ભડલી ગામમાં ડુંગરવાળી વાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર થતું હોવાની ચોક્કસ બાતમી SOG ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ખેતીની આડમાં ચાલતું નશાનું મોટું સામ્રાજ્ય સામે આવ્યું છે.
64 નંગ ગાંજાના છોડ ઝડપાયા
વાડી વિસ્તારમાં તપાસ કરતા પોલીસને ગાંજાના નાના-મોટા કુલ 64 નંગ છોડ મળી આવ્યા હતા. પોલીસે મૂળિયા સાથે આ છોડ ઉખેડી લીધા હતા, જેનું વજન કરતા અંદાજે 74 કિલો લીલો ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ આ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂપિયા 37,10,000 આંકવામાં આવી છે.










