રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ની ટીમે બાતમીના આધારે લાપસરી રોડ પર વોચ ગોઠવીને એક યુવકને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

ડ્રાઇવિંગની આડમાં હથિયારો રાખતો હોવાનું ખૂલ્યું

મળતી માહિતી મુજબ, ઝડપાયેલ આરોપીનું નામ સંજય ભુપ્તા હોવાનું સામે આવ્યું છે. આરોપી વ્યવસાયે ડ્રાઇવિંગ સાથે સંકળાયેલો છે. SOG ની ટીમે જ્યારે તેની તલાશી લીધી ત્યારે તેની પાસેથી 2 નંગ પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ (કાર્ટીસ) મળી આવ્યા હતા. પોલીસે આ તમામ હથિયારો કબ્જે કરી આરોપીની કાયદેસરની અટકાયત કરી છે.

હથિયારો ક્યાંથી આવ્યા? તપાસ શરૂ

SOG હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવાનો હતો કે કેમ? આ હથિયારો કોઈ મોટી ગેંગ દ્વારા સપ્લાય કરવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ પોલીસે ઊંડી પૂછપરછ હાથ ધરી છે. લાપસરી રોડ પરથી ઝડપાયેલા આ હથિયારોને પગલે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: Junagadh: કાળવાચોકમાં શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપાયું, 8 હજાર લિટર જથ્થો લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાશે