જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર લાંબા સમયથી ચાલી રહેલા દેશી દારૂના અડ્ડાઓથી કંટાળીને સ્થાનિક મહિલાઓએ જાતે જ મોરચો સંભાળ્યો હતો અને 'જનતા રેડ' પાડીને દારૂનું વેચાણ ખુલ્લું પાડ્યું હતું. જેતપુરના ધોરાજી રોડ વિસ્તારમાં એક મહિલા દ્વારા સંચાલિત દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિક રહીશો, ખાસ કરીને મહિલાઓ, આ અસામાજિક પ્રવૃત્તિથી અત્યંત પરેશાન હતી. વારંવારની રજૂઆતો છતાં વેચાણ બંધ ન થતા, આજે મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈને આ અડ્ડા પર અચાનક દરોડો પાડ્યો હતો.


દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

જ્યારે મહિલાઓએ આ અડ્ડા પર જનતા રેડ કરી ત્યારે ત્યાંથી મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. મહિલાઓએ આ દારૂનો જથ્થો પકડી પાડીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરોડાને કારણે વિસ્તારના બુટલેગરોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ જેતપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાઓની ફરિયાદના આધારે સ્થળ પરથી મહિલા બુટલેગરની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્થાનિક લોકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચો: Patan : હારીજના અડિયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, હોટલમાં જમ્યા બાદ પૈસાની લેતી દેતી બાબતે થઇ બબાલ, 2ને ઇજા




  • Follow us on: