જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજૂરી હડમતીયા ગામમાં કૃષિ સહાય યોજના હેઠળ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગ્રામ પંચાયતના વી.સી. (વિલેજ કમ્પ્યુટર ઓપરેટર) પર મૃતક ખેડૂતોના નામે સહાયના ફોર્મ ભરી લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયતના વી.સી.ની સંડોવણી હોવાનો ગંભીર આરોપ
સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, કૃષિ સહાય મેળવવા માટે કરાયેલી તપાસ દરમિયાન ખુલાસો થયો કે કેટલાય ખેડૂતોના મૃત્યુ બાદ પણ તેમના નામે સહાયની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ તમામ પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના વી.સી.ની સંડોવણી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.













