જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે કાર્યવાહી કરી એક ગેરકાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે. આ મહિલા છેલ્લા 15 વર્ષથી પોતાની સાચી ઓળખ છુપાવીને આ વિસ્તારમાં વસવાટ કરી રહી હતી.
જોશીપરામાં રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ
પોલીસને જોશીપરા વિસ્તારમાં એક મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાતા તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસની ટીમે મહિલાના ઘરે જઈને સર્ચ ઓપરેશન કર્યું, ત્યારે ત્યાંથી એક બાંગ્લાદેશી પાસપોર્ટ મળી આવ્યો હતો. આ પાસપોર્ટ મળતા જ મહિલાની પોલ ખુલી ગઈ હતી અને તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી હોવાનું સાબિત થયું હતું.
