વડોદરા એસ.ટી. ડેપો ખાતે બે દિવસ અગાઉ બનેલી સ્ટ્રક્ચર ધરાશાયી થવાની ગંભીર ઘટનામાં હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ દુર્ઘટનામાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જેને પગલે એસ.ટી. નિગમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
અમદાવાદ વિભાગ દ્વારા તપાસ સમિતિની રચના
આ ગંભીર બેદરકારીની તપાસ માટે અમદાવાદ ST વિભાગ દ્વારા એક ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી સ્ટ્રક્ચર તૂટવા પાછળના ટેકનિકલ કારણો, બાંધકામની ગુણવત્તા અને મેન્ટેનન્સમાં થયેલી ચૂક અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે. તપાસના અંતે જે પણ અધિકારી કે કોન્ટ્રાક્ટર દોષિત જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
