શેરબજાર અને ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ લોકોને આર્થિક ચૂનો લગાવતી ગેંગ વિરુદ્ધ સુરત સાયબર ક્રાઈમ સેલે લાલ આંખ કરી છે. સુરતના એક ફરિયાદી પાસેથી ₹29.06 લાખ પડાવી લેનાર મુંબઈના આરોપી મોહમ્મદ લારીબ યાસીન અબ્દુલ રહીમ શેખને પોલીસે મુંબઈથી દબોચી લીધો છે.
ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી
આરોપી મોહમ્મદ લારીબે મુંબઈમાં 'HYFIN Markets Ltd' નામની એક બોગસ કંપની શરૂ કરી હતી. તેણે મોટી સંખ્યામાં ટેલિકોલર્સ રાખ્યા હતા, જેઓ લોકોને ફોન કરીને ટ્રેડિંગમાં રોકાણ કરવા પર 70% જેટલા માતબર રિટર્નની લાલચ આપતા હતા. જ્યારે રોકાણકાર વિશ્વાસમાં આવીને મોટી રકમ જમા કરાવે, ત્યારે આરોપી તેને રૂપિયા વિડ્રો કરવા દેતો નહોતો અને વિશ્વાસઘાત કરતો હતો.
