શહેરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે સુરત સાયબર ક્રાઈમ સેલને એક મોટી સફળતા મળી છે. શેરબજારમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી અંકલેશ્વરની એક ગેંગના બે રીઢા ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.

શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી 

આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાકીભરી હતી. તેઓ કમિશનની લાલચ આપી લોકો પાસેથી બેંક એકાઉન્ટ્સ ભાડે મેળવતા હતા અને તે એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. આ ગેંગે સુરતના એક ફરિયાદી પાસેથી શેરબજારમાં રોકાણના નામે ₹8.35 લાખ પડાવી લીધા હતા.

તપાસમાં થયેલા મોટા ખુલાસા

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટ્સમાં અત્યાર સુધીમાં અંદાજે ₹1.96 કરોડ જેટલા મોટા ટ્રાન્જેક્શન થયા છે. આ આંકડો હજુ વધવાની શક્યતા છે. સાયબર ક્રાઈમ સેલે હાલ આ ગેંગના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય તાર શોધવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Gujarat local body election: દાહોદમાં એક જ ઉમેદવારને ત્રણેય પાર્ટીઓએ ટિકિટ આપી, ધનસુરામાં બે પક્ષના મેન્ડેટ મળ્યા