જૂનાગઢમાં આયોજિત પરંપરાગત ભવનાથ મહાશિવરાત્રી મેળાની રોનક હવે ગીરનાર પર્વત પર પણ જોવા મળી રહી છે. મેળામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર ગિરનાર પર્વતનું આરોહણ કરી રહ્યા છે, જેના કારણે માં અંબાના મંદિર અને છેક દત્ત શિખર સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.


ગિરનાર પર્વત પર મહાશિવરાત્રી મેળાની રોનક

વહેલી સવારથી જ ગીરનાર પર્વત પર ભાવિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. સ્થિતિ એવી સર્જાઈ છે કે પર્વતની સીડીઓ પર ચાલવાની જગ્યા પણ ટૂંકી પડી રહી છે. તળેટીથી લઈને અંબાજી મંદિર અને ત્યાંથી છેક દત્ત શિખર સુધી માત્ર માનવ મહેરામણ જ નજરે પડી રહ્યો છે. લાખોની સંખ્યામાં ઉમટેલી આ જનમેદનીને કારણે યાત્રિકોને ઉપર પહોંચવામાં અને દર્શન કરવામાં કલાકોનો સમય લાગી રહ્યો છે.

મેળાના પગલે ભારે ધસારો

મહાશિવરાત્રીનો મેળો ચરમસીમાએ હોય, દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ગિરનાર આરોહણનો લ્હાવો ચુકતા નથી. માં અંબાના જયઘોષ સાથે ગિરનારની ગુફાઓ અને શિખરો ગુંજી ઉઠ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં ભક્તોનો ઉત્સાહ જોતા સમગ્ર પર્વત પર ભક્તિમય અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: Amreli: વાડીના અવેડા પર સાત-સાત સાવજોએ તરસ છીપાવી, દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા

  • Follow us on: