ગિરનાર પર આજે રોપવે સેવાનો લાભ લેવા ઈચ્છતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પર્વત પર અચાનક પવનની ગતિમાં વધારો થતા સુરક્ષાના કારણોસર રોપવે ઓપરેટિંગ કંપની દ્વારા સેવા હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે.
40 કિમીથી વધુની ઝડપે ફૂંકાયો પવન
ગિરનાર પર્વત પર આજે સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી વધુ નોંધાતા રોપવે ચલાવવો જોખમી બની શકે તેમ હતો. મુસાફરોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય તે હેતુથી વહીવટી તંત્ર અને ઓપરેટિંગ ટીમ દ્વારા રોપવેના ટ્રોલીનું સંચાલન તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે.
