જૂનાગઢમાં કીર્તિ પટેલ કેસમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ એડિશનલ ચીફ કોર્ટે આરોપી કીર્તિ પટેલને બપોરે સાડા ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.


બપોરે સાડા ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર

કીર્તિ પટેલને આજે રિમાન્ડની માગ સાથે પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી જ્યાં કોર્ટે કાયદાકીય રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી અને બપોરે સાડા ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસ કસ્ટડીમાં મારપીટ ના કરવા પણ આદેશ

કોર્ટે આરોપીનું બે વખત મેડિકલ ચેકઅપ કરાવવાનો આદેશ આપ્યો હતો તથા પોલીસ કસ્ટડીમાં મારપીટ ના કરવા પણ આદેશ આપ્યો હતો. ન્યાયીક હિક અને આરોપીનું રક્ષણ કરવા જણાવાયું છે.

કીર્તિ પટેલ હવે જામીન માટે કાર્યવાહી કરશે

જાણવા મળ્યા મુજબ કીર્તિ પટેલ હવે જામીન માટે કાર્યવાહી કરશે અને તેની જામીન અરજી અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. 


આ પણ વાંચો-----      Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

  • Follow us on: