કમોસમી વરસાદે રવિ અને ખરીફ પાકનો સોથ વાળી દીધો છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગની નવી આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં નબળા ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો મેઘરાજા મહેરબાન નહીં થાય, તો ધરતીપુત્રોને ખેતી છોડી મજૂરી કરવાના દિવસો આવશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
માત્ર 92% વરસાદની શક્યતા
હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ, આ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતા ઓછો, એટલે કે માત્ર 92% વરસાદ પડવાની શક્યતા છે. જુનાગઢના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો ચોમાસું નબળું જશે તો મગફળી, કપાસ અને સોયાબીન જેવા મુખ્ય પાકો નિષ્ફળ જશે, જેના કારણે આર્થિક પાયમાલી સર્જાશે.













