જૂનાગઢ પોલીસે ગેરકાયદેસર રીતે નશાકારક સીરપનું વેચાણ કરતા એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી સીરપનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. યુવક આ નશાકારક સીરપનો જથ્થો કોઈને આપવા માટે નીકળ્યો હતો, ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા યુવક આસિફ હીંગારાની ધરપકડ કરી હતી. પોલીસે આસિફની તલાશી લેતા તેની પાસેથી મોટી માત્રામાં પ્રતિબંધિત નશાકારક સીરપ મળી આવ્યું હતું. પોલીસે આસિફ હીંગારા પાસેથી કુલ ૧૭૬ બોટલ નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે ₹૩૧,૬૮૦ આંકવામાં આવી છે. આ નશાકારક સીરપનો જથ્થો રાખીને વેચાણ કરવા બદલ આરોપી આસિફ પાસે તેના વેચાણ કે સંગ્રહ માટેનું કોઈ પ્રિસ્ક્રિપ્શન, બિલ કે અન્ય કોઈ આધાર પુરાવા મળી આવ્યા નહોતા.
