જૂનાગઢમાં ટીંબાવાડી સિધ્ધાર્થનગરમાં રહેતા અને મધુરમમાં એપ્લવુડમાં રેતી સપ્લાયની ઓફીસ ધરાવતા રોહિત ગોવિંદ મિયાત્રા ઉ.૩૯ ને ઉત્તર ગુજરાતમાં રેતી સપ્લાય કરવાનું કામ કરે છે, અને તેઓને જુલાઈ-૨૦૨૫ માં સુરતમાં રેતી સપ્લાય કરવાનું કામ ચાલુ હોવાથી રેતી માટે વાહનોની જરૂર હતી, જેથી છોટા ઉદેપુરના સાગર ભગવાનજી સોઢયા નામના શખ્સનું ડમ્પર પ્રતિ ટન ૭૫૦ લેખે ચાર મહિના સુધી ચલાવ્યું હતું, જે કામના કાચા હિસાબ પેટે ૭૦ હજાર રૂપિયા સાગરને આપવાના થતા હતા.

ફોન પર ધમકી આપી હોવાની પણ વાત આવી સામે

પરંતુ સાગરે અઢી લાખ આપવાના થાય છે,તેમ કહીને અવાર નવાર ફોનમાં ધમકીઓ આપીને ગઈકાલે બપોરે ધંધાની વાત કરવાન બહાને અજય કાગડા અને કારૂ કારેણાએ બોલાવીને ઝાંઝરડા ચોકડી એ આવેલ એવર સાઈન નામના કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ઓફિસમાં ગયેલા ત્યારે ત્યાં સાગર આવ્યો અને તેમણે રોહિતને ઝાપટો મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને અઢી લાખ આપી દેજે નહી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે સાગર, અજય અને કારૂ સામે બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.