પોલીસની પ્રાથમિક તપાસમાં આ બન્ને ફેક આઈડી પાકિસ્તાનમાંથી બન્યા હોવાનું અને તેમાં બે શંકાસ્પદ મોબાઇલ નંબર મળ્યા હોવાનું ખુલતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાના સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠી દ્વારા બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ કરવામાં આવી છે.


[[$googlead]]

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કોઈ અજાણ્યા ઈસમોએ ફેક આઈડી બનાવ્યું હતું

ગત તા.૬ જુલાઈના રોજ ધારાસભ્ય સંજયભાઈ અને તેઓ બને તેમના મત વિસ્તાર ઝાંઝરડા રોડ ઉપર હતા, તે સમયે સંજય કોરડીયા નામનું તેમના ફોટો સાથેનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કોઈ અજાણ્યા ઈસમોએ ફેક આઈડી બનાવ્યું હતું, અને તેમાં ધારાસભ્યનો ફોટો અને નામનો દુરુપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરીને ખોટા મેસેજ મોકલવામાં આવ્યા હતા. જેનાથી તેમની ઈમેજને નુકશાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ એસઓજીમાં અરજી કરીને તપાસ માંગી હતી

જે હકીકત સામે આવતા તુરંત હર્ષભાઈએ જૂનાગઢ એસઓજીમાં અરજી કરીને તપાસ માંગી હતી, જેની તપાસમાં ફેસબુક આઈડીની પ્રોફાઈલની વિગતો મેટા પાસેથી મંગાવવામાં આવેલ હતી, અને તેમાં ફેસબુક આઈડી પાકિસ્તાનમાંથી બનેલ હોવાની માહિતી મળી હતી, અને તેમાં બે શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યા હતા. જે માહિતી મળતા બને અજાણ્યા મોબાઇલ નંબરના ઘારક સામે આજે સેક્રેટરી દ્વારા જૂનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.

[[$alsoread]]

આજે ફરી એક નવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ધારાસભ્ય સંજય કોરડીયાને સાઉથ આફ્રિકાથી કોલ કરીને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપીને લાખોની ખંડણી માંગી હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોધાઇ ચુક્યો છે, જે કેસમાં જે તે વખતે જૂનાગઢ પોલીસે ધારાસભ્યને ધમકી આપીને ખંડણી માંગવાના કેસમાં સાઉથ આફ્રિકાના શખ્સ સમીર ગાલીફ રીંગબલોચ (ઇસ્ટ કોંગો) મૂળ ચિત્રાવડ, ના શખ્સને મુંબઈ એરપોર્ટથી ઝડપી લીધો હતો. સાથે અન્ય બે ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી એક નવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.


આ પણ વાંચો : Railway News : ઉત્તર પશ્ચિમ રેલવેના મદાર–પાલનપુર સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે



  • Follow us on: