જો કે જેલ અધિક્ષકે આ ઘટનાને પાયાવિહોણી ગણાવી છે. જૂનાગઢ જેલમાં છેતરપિંડીના કેસમાં રહેલા કાચા કામના કેદી નજીમ મુના ચંદાણીએ જેલમાં આપવામાં આવતી તાવ, શરદી ઉધરસની દવાઓ મિક્ષ કરીને ટીકડા બનાવીને પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જેલમાં સ્ટાફ ઉપર દબાણ લાવવા માટે આવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે !
ત્યારે તેણે જણાવ્યું કે, જેલમાં અમુક શખ્સો જેઓ ફરજ ઉપર હોય તેમના દ્વારા પાન-માવા તમાકુનું વેચાણ કરે છે. અને અમુક કેદીઓને ફેસેલીટી પણ આપે છે, તેની પાસે અમુક સ્ટાફ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પૈસા રૂપે ખંડણી માંગતા હોવાનો આક્ષેપ કરીને તેનાથી કંટાળીને આ પગલું ભરી લીધાનું અને તેમના વકીલ મારફત આ અંગે કોર્ટમાં અરજી કરી હોવાનું જણાવ્યું છે. જો કે, સમગ્ર મામલે જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલે જણાવ્યું કે, જેલમાં સ્ટાફ ઉપર દબાણ લાવવા માટે આવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ખરેખર તેની વાત પાયાવિહોણી છે.













