આગામી સમયમાં જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ જતા હોવાથી આયોજન અને સુવિધાઓને લઈને ગાંધીનગરમાં બેઠક યોજવામાં આવી છે. જૂનાગઢના આગેવાનો અને સંતોની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ છે. રાજ્ય સરકાર ભવનાથના મેળા માટે તૈયારીઓ કરી રહી છે. આ મેળામાં આવતા સાધુ સંતો અને ભક્તો માટે આ વખતે ખાસ તૈયારીઓ કરવામાં આવશે.


જૂનાગઢના મેળાને લઈને ગાંધીનગરમાં બેઠક

આગામી મહા શિવરાત્રીના દિવસે જૂનાગઢના ભવનાથ ખાતે મહા શીવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં સાધુ સંતો અને હજારો શ્રદ્ધાળુઓ પહોંચશે. જેથી કોઈ પણ તકલીફ કે અસુવિધા ના થાય તે માટેના આયોજનને લઈને આજે ગાંધીનગર ખાતે જૂનાગઢના આગેવાનો અને સંતોએ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ મેળામાં કેવા પ્રકારનું આયોજન કરવું અને કેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવી તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ Rajkot News: અસામાજિક તત્વોનો આતંક, બેડી ગામ પાસે દાળ પકવાનના ધંધાર્થી પર ખૂની હુમલો, ઘટના CCTVમાં કેદ


  • Follow us on: