જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં હાલમાં ખેડૂતોને ખાતરની ભારે અછત અને સાથે જ ભેળસેળ થતી હોવાની બેવડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતરની તંગીના કારણે ખેડૂતો વહેલી સવારથી જ લાઇનો લગાવી રહ્યા છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ તેમને માંડ માંડ એક ખેડૂત દીઠ બે થેલી ખાતર મળે છે. આટલું ઓછું ખાતર મળવા છતાં તેમાં ભેળસેળ હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે.


3 પ્રકારનું મિક્સ ખાતર હોવાની ખેડૂતોની ફરિયાદ

ખેડૂતોનું કહેવું છે કે તેમને ત્રણ પ્રકારનું મિક્સ ખાતર આપવામાં આવી રહ્યું છે, જે પાકની ગુણવત્તા અને ઉત્પાદનને અસર કરી શકે છે. ખાતરમાં ભેળસેળ અને ભારે તંગીની આ પરિસ્થિતિને કારણે માંગરોળ પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે, ભેળસેળ કરતા અને ખાતરની તંગી ઊભી કરતા તત્વો સામે તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવે અને ગુણવત્તાયુક્ત ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: