જૂનાગઢના વડાલ ગામની સીમમાં આવેલું ઇન્ડેન ગેસ કંપનીની ઓફિસમાં રાતના સમયે તસ્કરો ખાબક્યા હતા. ઓફિસની દીવાલ અને દરવાજો તોડીને અંદર પ્રવેશી ઓફિસમાંથી ૧૦ હજાર રોકડા અને ડીવીઆર અને સીસીટીવી કેમેરા સહિતનો મુદ્દામાલ ચોરી ગયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોધાવવામાં આવી છે.


10 હજાર રોકડા સહિત સીસીટીવીની ચોરી

જૂનાગઢના વડાલ ગામમાં રાધાવાડી પ્લોટમાં રહેતા મહેન્દ્રભાઈ અશ્વિનભાઈ કોઠીયા જેઓ ઇન્દેસ્ન ગ્રામીણ વિતરક તરીકે ઇન્ડેન ગેસ એજન્સી ચલાવે છે. અને તેમની વડાલ ગામની સીમમાં ગેસ એજન્સીની ઓફીસ આવેલી છે, જેમાં ગતરાતે અંધારામાં તસ્કરો આવ્યા અને ઓફિસનો દરવાજો અને દીવાલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં મેનેજર વિવેકભાઈ અંબાસણાના ૧૦ હજાર રોકડા અને ઓફિસમાં ફીટ કરેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર અને એક રાઉટર મળીને કુલ ૩૭,૭૦૦ ની મતાની ચોરી કરી ગયા હતા.

તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી

ચોરી થયાનું મહેન્દ્રભાઈને સવારે માલુમ પડતા તેઓએ સ્થળ પર જઇને તપાસ કરીને ચોરી અંગે આજે તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે. હાલના શિયાળાની ઋતુમાં તસ્કરોએ જાણે પોલીસની ઠંડી ઉડાડી રહી હોય તે રીતે તસ્કર ગેંગ સક્રિય બનેલી છે.

  • Follow us on: