જૂનાગઢ એ ડિવીઝન અને બી ડિવીઝન પોલીસે પોક્સોના કેસના બે આરોપીને ઝડપી લીધા છે, અને ધરપકડ કરીને મેડીકલ ચેકઅપ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં જોશીપરામાં રહેતો ૧૯ વર્ષીય શખ્સ બે સગીર બાળાને ભગાડી ગયાની ફરિયાદ થયેલ હતી, તો બીજા કેસમાં મોટી પાનેલીનો શખ્સ પણ સગીરાને વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયાનું સામે આવ્યું છે.
ત્રણેય વડોદરા ભાગી ગયા હતા
જૂનાગઢમાં જોશીપરામાં ગીરીરાજ રોડ ઉપર રહેતો સાઈ ઉર્ફે મંથન ચન્દ્રકાંત ઉર્ફે બંટી થોરાટ ઉ.૧૯ નામનો શખ્સ ગત તા.૨૨ ના રોજ બે સગીર વયની તરુણી જેમાં એક ૧૪ વર્ષની અને બીજી ૧૫ વર્ષની તરુણીને સાથે સતી બસમાં બેસીને ગોંડલ ચોકડીએ ઉતરી ગયેલો અને ત્યાંથી ત્રણેય વડોદરા ભાગી ગયા હતા, જે અંગે તરુણીના પિતાએ એ ડિવીઝનમાં ફરિયાદ કરતા પી.આઈ. વી.જે.સાવજ સહિતના સ્ટાફે મંથનને વડોદરાથી પકડી પાડ્યો હતો.













