હાલ ઘણી શાળામાં શિક્ષણ કાર્ય સિવાયના કામો વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ વચ્ચે જૂનાગઢની એક શાળાનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓ શાળામાં સફાઈ કરી રહ્યા છે. માળીયા હાટીનાની ગડુ પ્રાથમિક શાળાનો વિડિયો વાયરલ થયો છે.


વાલીઓમાં રોષ

ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આવેલી ગડુ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી રહી હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે ગડુ ગામના ઉપ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જવાબદાર શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Mahesana News: યુવતીના કૌટુંબિક કાકા સતીશ પટેલે 4 વર્ષ સુધી દુષ્કર્મ કર્યું, કોર્ટે ફગાવી જામીન અરજી



  • Follow us on: