હાલ ગુજરાતી સિનેમાની હાઈએસ્ટ ગ્રોસર ઉપર ૧૦૦ કરોડની કમાણીએ પહોંચેલી ફિલ્મ ‘લાલો’ નું જ્યાં ફિલ્માંકન કરવામાં આવ્યું હતું, તે જૂનાગઢના ઉપરકોટ પાસેના ફુલીયા હનુમાન વિસ્તારમાં આવેલી બચુભાઈ વાણંદની ડેલી હવે ‘લાલો’ ની ડેલીથી પ્રખ્યાત બની છે. અને પ્રવાસીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. આજ વિસ્તારમાં અગાઉ ખુશ્બુ ગુજરાત માટે બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ખાપરા કોડિયાની ગુફામાં શુટિંગ કર્યું હતું.


આ મકાન જે બચુભાઈ વાણંદની ડેલી તરીકે ઓળખાતું

જે ફિલ્મ હાલ બોક્સ ઓફીસ ઉપર રાજ કરી રહી છે, અને ૧૦૦ કરોડ કરતા વધુની કમાણી કરી ચુકી છે, તે ફિલ્મનું જે ઘરમાં ૧૫ દિવસ શુટિંગ ચાલ્યું તે ઘર વિષે પણ અનેક બાબતો એવી છે, જે દર્શકોએ જાણવા જેવી બને છે. ફુલીયા હનુમાન વિસ્તારનું આ મકાન જે બચુભાઈ વાણંદની ડેલી તરીકે ઓળખાતી, જે મકાન રામજીભાઈ ઉર્ફે બચુભાઈ વાજાના નામનું હતું. અને તેના ચાર સંતાન હરસુખભાઈ, રમેશભાઈ, મહેશભાઈ અને દીપકભાઈ એમ ચાર ભાઈઓના નામે હોવાનું જાણવા મળ્યું છે. જે મકાન આશરે ૭૦ વર્ષ કરતા વધુ જુનવાણી હોવાથી હાલ તે જર્જરિત હાલતમાં છે.

પરિવારના સભ્યો ઉપરાંત અન્ય ભાડુઆત પણ વસવાટ કરે છે

અને મકાનમાં મકાન માલિક અને તેમના પરિવારના સભ્યો ઉપરાંત અન્ય ભાડુઆત પણ વસવાટ કરે છે, આ જુનવાણી મકાન હાલ સમગ્ર ગુજરાતી સિનેમા જગતમાં ‘લાલો’ ની ડેલી તરીકે પ્રખ્યાત બની ગયું છે. મકાનની વચ્ચે મોટું ફળિયું આવે છે, નળિયાવાળું મકાન જેમાં અલગ અલગ રૂમ આવેલા છે. અને ઓસરી પણ છે. જે સ્થળે ‘લાલો’ ફિલ્મના મુખ્ય કલાકાર અને તેમની પત્નીનો ઘર સંસાર દર્શાવવામાં આવ્યો છે. જે દરરોજ જૂનાગઢમાં ફરવા આવતા પર્યટકોને પોતાની રિક્ષામાં દામોદર કુંડ, ભવનાથ સહિતના સ્થળે ફેરવે છે. આમ જોઈએ તો જૂનાગઢની ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરતી ફિલ્મ હાલ ગુજરાતી સિનેમા જગતમાં ચર્ચાના ચકડોળે ચડી છે.


આ પણ વાંચોઃ Junagadh News: ભેંસાણના એડવોકેટ સહીત ત્રણનું અપહરણ, પોલીસે નાકાબંધી કરી છોડાવ્યા


  • Follow us on: