બોલિવૂડમાં એક સમયે સુપર સ્ટાર રહેલા અભિનેત્રી પરવીન બાબીની જૂનાગઢની મિલકતને અજાણ્યા શખ્સોએ તોડી હતી. તેમાંથી રાતો રાત સાગના લાકડા અને પથ્થરો ગાયબ થઈ જતાં તે કોણ લઈ ગયું તેનું રહસ્ય સર્જાયું છે. પરવીન બાબીનો ઐતિહાસિક બંગલો કોઈપણ સત્તાવાર જાહેરાત વિના જ તોડી પાડવામાં આવતા અનેક સવાલો ઉભા થયાં છે.


બંગલાને તોડવાની કામગીરી 12 દિવસ સુધી ચાલી

બોલિવૂડની અભિનેત્રી પરવીન બાબીના બંગલામાંથી નવાબીકાળના કલાત્મક કિમતી પથ્થરો અને વર્ષો જૂના સાગના લાકડા કોઈ અજાણ્યા શખ્સો લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ બાબી ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે તેઓ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરશે. પરવીન બાબીના બંગલાને તોડવાની કામગીરી 12 દિવસ સુધી ચાલી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે, બંગલો તોડવાની કામગીરી રાત્રે થતી હતી અને દિવસં બંધ કરવામાં આવી હતી.

લાકડા અને પથ્થરો રહસ્યમય સંજોગોમાં ગાયબ

બંગલાના ડિમોલિશન બાદ તેમાંથી નીકળેલા સાગના લાકડાના બારી દરવાજા તેમજ વિશાળ બીમ રાતોરાત ટ્રેક્ટર ભરીને લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત નવાબી કાળના પથ્થરો પણ ગાયબ થઈ ચૂક્યા છે. જૂનાગઢ વિસ્તારમાં ટ્રેક્ટર ભરીને સમાનની હેરફેર થતી હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું તેવું પણ સવાલ લોકો કરી રહ્યા છે.બાર દિવસ સુધી આ રસ્તાને બંધ રાખવામાં આવ્યો હતો અને અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વેપારીઓને પણ ધંધા રોજગાર બંધ રાખવાનું દબાણ કરવામાં આવતું હતું.આ પ્રોપર્ટી મામલે હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવાનું જાણવા મળે છે અને બીજી બાજુ શા કારણોથી આ મકાનને તોડી પાડવામાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચોઃ Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે


  • Follow us on: