અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમનું પુનઃનિર્માણ કાર્ય 12 માર્ચ 2024થી શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યની શરૂઆત કરાવી હતી. આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આશ્રમને 55 એકરમાં વ્યાપી 1200 કરોડના ખર્ચે નવી દિશા આપવામાં આવશે.
જુના મકાનોના રિસ્ટોરેશન સાથે જ સાદગી અને આશ્રમના અધિકૃત સ્થાપત્યોને જાળવી રખાશે
પુનઃનિર્માણમાં જુના મકાનોના રિસ્ટોરેશન સાથે જ સાદગી અને આશ્રમના અધિકૃત સ્થાપત્યોને જાળવવાની વિશેષ કાળજી લેવામાં આવશે. આ સાથે વ્યાખ્યાન કેન્દ્ર, ફૂડ કોર્ટ અને અન્ય આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે, જેથી આશ્રમ પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બને.













