જુનાગઢ શહેરમાં મોબાઇલ વ્યવસાય કરતા વેપારીઓને પોલીસે બેફામ માર માર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.
ઇન્ટરનેશનલ મોબાઇલ ફોન બિલ વગર વેચાતા હોવાની શંકા
મળતી માહિતી પ્રમાણે વેપારીઓ ઇન્ટરનેશનલ મોબાઇલ ફોન બિલ વગર વેચાતા હોવાની શંકાના આધારે પોલીસે કાર્યવાહી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પાંચ મોબાઇલ વેપારીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, પાંચ મોબાઇલ વેપારીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેમાંથી કેટલાક વેપારીઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આખી રાત એલસીબી (LCB) ઓફિસમાં રાખી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ
વેપારીઓના જણાવ્યા અનુસાર, તેમને આખી રાત એલસીબી (LCB) ઓફિસમાં રાખી માર મારવામાં આવ્યો હતો.
ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યો
વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પૂછપરછ દરમિયાન ગુપ્તાંગમાં ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યો હતો, જેના કારણે તેમની હાલત વધુ ગંભીર બની હતી. આ ઘટનાને લઈ વેપારી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
વેપારીઓના ઘરે પણ તપાસ
પોલીસે આ કાર્યવાહી બાદ વેપારીઓના ઘરે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જોકે, સમગ્ર મામલે પોલીસ તરફથી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી.
પોલીસ સામે ફરિયાદ નોંધાવવાનો મક્કમ નિર્ણય
આ ઘટનાને લઈને પીડિત વેપારીઓ પોલીસ સામે ફરિયાદ નોંધાવવાનો મક્કમ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો પોલીસ તંત્ર માટે આ મામલો ગંભીર બની શકે છે.
આ પણ વાંચો---- Dhandhuka: બગોદરા નજીક એસટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો