ગુજરાતના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને ઝડપી પાડવામાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગુજરાતના લિસ્ટેડ બુટલેગર તરીકે જાણીતો ધીરેન કારીયા લાંબા સમયથી પોલીસને હાથતાળી આપીને ફરાર હતો. તે રાજસ્થાનના અજમેર શહેરમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. અજમેરના આદર્શ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેને દબોચી લેવામાં આવ્યો છે. ધીરેન કારીયા વિરુદ્ધ પ્રોહિબિશન ઉપરાંત ગંભીર પ્રકારના ગુનાઓ અને ખાસ કરીને સંગઠિત અપરાધ નિવારણ કાયદા (GUJCTOK) હેઠળ ગુનો નોંધાયેલો છે.


ગુનાઓના રહસ્યો ખુલશે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધીરેન કારીયા ગુજરાતમાં દારૂના મોટા નેટવર્કનું સંચાલન કરતો હતો અને તેની વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાયેલી છે. ધરપકડથી બચવા માટે તે સતત પોતાના રહેઠાણ બદલી રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસ તેના સુધી પહોંચવામાં સફળ રહી છે. આરોપીને જૂનાગઢ લાવીને તેની ગેંગના અન્ય સભ્યો અને આર્થિક વ્યવહારો અંગે ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ ધરપકડથી બુટલેગરોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો : Vadodara News : એક ગેંગ જેલમાં ગઈ ત્યાં બીજી સક્રિય, શિનોર પંથકમાં તસ્કરોએ મચાવ્યો હાહાકાર

  • Follow us on: